છત્તીસગઢમાં બે કિશોરીઓ સાથે ગેંગરેપ
ભાજપના નેતાના પૂત્ર સહિત 10 ની ધરપકડ
છત્તીસગઢના રાયપૂર ખાતે બે સગી બહેનો સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ બારામાં પોલીસે ભાજપના નેતાના પૂત્ર સહિત 10 ની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બે સગી બહનો રક્ષાબંધન પર્વની ઊજવણી કરીને ઘરે પાછી ફરી રહી હતી ત્યારે 10 શખ્સોએ એમનો રસ્તો રોકી લીધો હતો. એમની સાથે એક બહનનો ભાવિ ભરથાર પણ હતો.
બદમાશોએ બહનો પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન લઈ લીધા હતા અને ત્યારબાદ એકાંતવાળી જગ્યા પર લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.