કાનપુરમાં ટ્રેન અકસ્માત : સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા
- પાટા પર પડેલી વસ્તુ સાથે એન્જિન અથડાયું
- કાનપુર નજીક સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા
- ષડયંત્રની આશંકા સાથે ઉચ્ચસ્તરીય તપાસ શરૂ
શુક્રવારે રાત્રે બે ત્રીસ વાગ્યે વારાણસી થી અમદાવાદ આવી રહેલા સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે પાટા ઉપરથી ખડી પડ્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં ભાગફળ ની આશંકા સાથે ઉત્તર પ્રદેશ પોલીસ અને આઇબી દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.
કાનપુર સ્ટેશનથી આ ટ્રેન રવાના થયા બાદ થોડી મિનિટો પછી જ ધડાકા સાથે ટ્રેન અટકી ગઈ હતી અને 22 કોચ ખડી પડ્યા હતા. નોંધનીય છે કે એ પહેલા એ જ ટ્રેક ઉપર રાત્રે 21 વાગ્યે પટના- ઇંદોર ટ્રેન પણ પસાર થઈ હતી.
આ ઘટના બાદ ખુદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે X ઉપર ટ્વીટ કરી માહિતી આપી હતી. તેમાં જણાવ્યા અનુસાર રેલવે ટ્રેક પર પડેલ કોઈ વજનદાર વસ્તુ સાથે એન્જિન અથડાતા આ દુર્ઘટના બની હતી. બનાવ અંગે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયા હોવાનું તેમજ તમામ પુરાવાઓ સલામત હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ટ્રેનના ડ્રાઇવરના જણાવ્યા અનુસાર પાટા પર પડેલ બોર્ડર સાથે એન્જિન અથડાતા એન્જિનનો કેટલગાર્ડ નુકસાનગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતને કારણે એ ટ્રેક પર પસાર થનારી સાત ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી અને કેટલીક ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા દોઢ મહિના દરમિયાન પાટા ઉપરથી ટ્રેન ઉતારવાની અનેક ઘટનાઓ બન્યા બાદ રેલવે મંત્રી પર માછલા ધોવાઈ રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ અમદાવાદથી મુંબઈ જઈ રહેલ ડબલ ટેકર ટ્રેનના ડબા પણ સુરત પાસે છૂટા પડી ગયા હતા.