નવા સંસદ ભવનમાં ઊપરાષ્ટ્રપતીએ તિરંગો લેહરાવ્યો
આવતીકાલથી શરુ થનાર સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા આજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેએ નવા સંસદ ભવનના દ્વાર પર તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. આ ખાસ કાર્યક્રમ વિશ્વકર્મા જયંતી પર રાખવામાં આવ્યો હતો .
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ આજે સવારે 9.30 કલાકે નવી સંસદના દ્વાર પર પહોંચીને તિરંગો ફરકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલે વિશેષ સત્ર જુના સંસદ ભવનમાં શરુ થશે અને ત્યારબાદ નવી સંસદમાં ચાલશે, આ નવી સંસદમાં આયોજિત થનાર પહેલુ સત્ર હશે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ મે મહિનાની 28મી તારીખે કર્યું હતું.
હાલ કોંગ્રેસની બેઠક હૈદરાબાદ ખાતે ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષે રાજ્યસભાના મહાસચિવને એક ચિઠ્ઠી લખીને જણાવ્યું હતું કે તે આ ધ્વજારોહણના કાર્યક્રમમાં સામેલ રહેશે નહીં, હાલ તેઓ હૈદરાબાદ ખાતેની બેઠકમાં હાજર છે.