શુઝ ઉતારવાનું કહેતા મહિલા મેયરે બુલડોઝર મંગાવ્યું!
લખનૌની ખાનગી હોસ્પિટલમાં અનોખી બબાલ
લખનૌની એક ખાનગી હોસ્પિટલમાં દર્દીની તબિયત પૂછવા ગયેલા મહિલા મેયરને આઈસીયુ માં જતા પહેલા શુઝ ઉતારવાની સૂચના આપવામાં આવતા રોષે ભરાયેલા મેયરે હોસ્પિટલ તોડી પાડવા માટે બુલડોઝર બોલાવતા ભારે વિવાદ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ લખનઉના મહિલા મેયર સુષ્મા ખરકવાલ તેમના એક સંબંધીની તબિયત પૂછવા માટે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. આઈસીયુમાં રહેલા એ પેશન્ટને મળતા પહેલા શૂઝ ઉતારવાની સૂચના આપવામાં આવતા મેયરનું મગજ છટકયું હતું અને ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. તેમ છતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ શૂઝ સાથે જવા દેવાનું ઇન્કાર કરતા મેયરનો અહમ ઘવાયો હતો.બાદમાં તેમણે હોસ્પિટલ તોડી નાખવા ની ધમકી આપી મનપાનું બુલડોઝર મગાવતા સ્થિતિ વણસી હતી. હોસ્પિટલના કર્મચારીઓ તથા અન્ય દર્દીના સગા વહાલાઓએ વિરોધ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું બીજી તરફ હોસ્પિટલની બહાર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા ઘટનાની જાણ કરવામાં આવતા દોડેલી પોલીસે બાજુમાં રવાના કરી દઈ મામલો થાળે પાડ્યો હતો.