કેન્દ્ર સરકારે ઈન્ડિયા શબ્દ હટાવી દીધો
કેન્દ્ર સરકાર અને કોંગ્રસ વચ્ચે અનેક મુદ્દાઓ પર ટકરાવ થઈ રહ્યો છે અને હવે તેમાં વધારો થયો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સરકાર પર આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે ઈન્ડિયા નામ હટાવી દીધું છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી G-20 ડિનર માટેના આમંત્રણમાં ઈન્ડિયા ના રાષ્ટ્રપતિને બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત આ રીતે લખવામાં આવ્યું છે. આ મામલે જયરામ રમેશના સરકાર પર પ્રહારો સામે આવ્યા છે.
સંસદના વિશેષ સત્રને શરૂ થવામાં 13થી પણ ઓછા સમય દિવસ બાકી છે. જેમ જેમ સંસદનું વિશેષ સત્ર નજીક આવી રહ્યું તેમ તેમ વિપક્ષ દ્વારા સરકાર પરના આક્ષેપો વધી રહ્યા છે. વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. વિપક્ષમાં એવી પણ ચર્ચા છે કે સરકાર બંધારણમાં મોટા ફેરફારો કરી શકે છે. કોંગ્રેસનો આરોપ છે કે, મોદી સરકાર બંધારણમાંથી ઈન્ડિયા શબ્દને હટાવવા માંગે છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશનું ટ્વીટ સામે આવ્યું છે. તેમણે લખ્યું કે, શું આ સમાચાર ખરેખર સાચા છે? રાષ્ટ્રપતિ ભવનમાં 9 સપ્ટેમ્બરે G-20 ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં INDIAના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિનો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે.
હવેથી બંધારણની કલમ 1 આ રીતે બદલવામાં આવી શકે છે – ભારત, જે ઇન્ડિયા હતું, તે રાજ્યોનું સંઘ છે. હવે રાજ્યોના જૂથ પર પણ જોખમ વધ્યું છે.