બિહારના મંત્રીએ ઇસ્લામના પેગંબરને મર્યાદા પુરુષોત્તમ ગણાવ્યા
બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ઇસ્લામના સ્થાપક, પ્રોફેટ મુહમ્મદ, ‘મર્યાદા પુરુષોત્તમ’ હતા, જે સંસ્કૃત વાક્ય છે જેનો અનુવાદ ‘પૂર્ણ પુરુષ’ થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીના એક કાર્યક્રમમાં સભાને સંબોધતા તેમણે આ નિવેદન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં બોલતા ચંદ્રશેખરે જણાવ્યું હતું કે જ્યારે વિશ્વમાં શેતાનવાદ વધ્યો, વિશ્વાસ ઊડી ગયો, ચારે બાજુ અપ્રમાણિક લોકો અને શેતાન હતા, ત્યારે મધ્ય એશિયાના પ્રદેશમાં ભગવાને મહાપુરુષ, મર્યાદા પુરુષોત્તમ, પયગંબર મોહમ્મદ, એક પ્રતિભાશાળી વ્યક્તિનું સર્જન કર્યું. .
રાષ્ટ્રીય જનતા દળ ના નેતાએ કહ્યું કે ઇસ્લામ આસ્થાવાનો માટે આવ્યો છે, ઇસ્લામ અપ્રમાણિકતા સામે આવ્યો છે, ઇસ્લામ દુષ્ટતા સામે આવ્યો છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન રામને ‘મર્યાદા પુરુષોત્તમ’ તરીકે સંબોધવામાં આવ્યા છે. ચંદ્રશેખરે પ્રોફેટ મુહમ્મદની સરખામણી ‘મર્યાદા પુરુષોત્તમ’ સાથે કર્યા પછી તરત જ, ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે લાલુ પ્રસાદ યાદવની આગેવાનીવાળી RJD ધર્મ અને જાતિના નામે ઉન્માદ ફેલાવીને મત મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
હાલમાં વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાના એક અમિતાભ ચૌધરીએ પણ આ વીડિયો શેર કર્યો છે. તો બીજી તરફ ભાજપના પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે કહ્યું કે શિક્ષણ મંત્રી ચંદ્રશેખર માનસિક બિમારીનો શિકાર બની ગયા છે. ક્યારેક તે રામાયણ પર ટિપ્પણી કરે છે તો ક્યારેક તે પ્રોફેટ મોહમ્મદ વિશે બોલે છે. આ લોકો ધર્મ અને જાતિના નામે લડાઈ કરીને મતની રાજનીતિ કરે છે અને આની જેટલી નિંદા કરી શકાય તેટલી ઓછી છે. ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ નિખિલ આનંદે કહ્યું કે જો ચંદ્રશેખર ‘હિંદુ સનાતન મઝહબ’ની વિરુદ્ધ છે. તેઓએ ‘મૌલાના’ ટોપી પહેરવી જોઈએ, ‘નમાઝ’ પઢવી જોઈએ, ‘સુન્નત’ કરાવવી જોઈએ અને પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.