મંદિરોના 2000 કિલો સોનાના ઘરેણાં થકી તામિલનાડુ આવક ઊભી કરશે
લોક કલ્યાણ માટેની યોજનાઓમાં આ રકમ વપરાશે
તમિલ નાડુની સરકારે આવકનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. રાજ્યના મંદિરોમાં ચઢાવાયેલ 2000 કિલો જેટલા મબલખ સોનાના ઘરેણાં હવે લોક કલ્યાણની યોજનાઓ માટે ઊપયોગમાં લેવાશે.
સરકારના વર્તુળોએ એવી માહિતી આપી છે કે છેલ્લા 10 વર્ષોમાં મંદિરોમાં ચઢાવાયેલ ઘરેણાં મુંબઈ ખાતેની સરકારી રિફાઇનરીમાં મોકલી દેવાશે. અહીં સોનાને લગડીઓમાં તબદીલ કરવામાં આવશે.
ઘરેણાઓમાંથી કીમતી સ્ટોન કાઢી લેવાશે અને તેનો બીજી રીતે ઊપયોગ કરાશે. આમ મોટું ફંડ ઊભું કરાશે અને તે લોક કલ્યાણ માટે વપરાશે. સોનું બેન્કોમાં મૂકીને તેના વ્યાજની રકમથી ફંડ બનશે. જે મોટા સ્ટોન ઘરેણાં છે તે દેવી દેવતાઓ ને ફરી અર્પણ કરાશે.
આ સમગ્ર કાર્યવાહીનું માર્ગદર્શન હાઇ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. આમ મંદિરોના ઘરેણા થકી આવક કરીને લોકોને મદદ કરાશે.