2014 પછી બનેલી એઇમ્સની સ્થીતી
વડાપ્રધાને એઇમ્સ અંગે કરેલા નિવેદન બાદ વિવાદ
એક પણ હોસ્પિટલ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત નથી થઈ. છ હોસ્પિટલનું બાંધકામ ચાલુ,બે માટે જમીન મેળવવાની બાકી.
ભારતમાં 2014 પછી મદુરાઈ અને દરભંગા સહિત કુલ ૧૪ નવી એઇમ્સ ખુલી હોવાનો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં દાવો કર્યો તે પછી જબરો વિવાદ થયો છે. તેનું કારણ એ છે કે મદુરાઈ કે દરબંગામાં હજુ સુધી જમીન હસ્તગત કરવાની કાર્યવાહી પણ પૂરી નથી થઈ. વડાપ્રધાને જે ચૌદ એઇમ્સની જાહેરાત કરી તેમાંથી હજુ સુધી એક પણ હોસ્પિટલ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત નથી થઈ શકી. 10 પૈકીની નવ હોસ્પિટલોમાં ઓપીડી કાર્યરત છે પરંતુ ઇન્ડોર પેશન્ટ સર્વિસ હજુ ખૂબ મર્યાદિત પ્રમાણમાં શરૂ થઈ શકી છે. આ પૈકીની 10 હોસ્પિટલમાં એમબીબીએસ ના વર્ગ શરૂ થઈ ગયા છે. બે હોસ્પિટલની જમીન મેળવવાની બાકી છે. છ હોસ્પિટલમાં બાંધકામ ચાલુ છે.એક હોસ્પિટલ માટે જમીન હસ્તગત કરાઈ છે પણ બાંધકામ શરૂ નથી થયું. કેન્દ્ર સરકારના હેલ્થ એન્ડ વેલફેર મંત્રાલયે લોકસભા અને રાજ્ય સભામાં આપેલી દરેક એઇમ્સ અંગેની વિગત આ પ્રમાણે છે.
નાગપુર: 2014 માં જાહેરાત થઈ હતી.બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.ઓપીડી ચાલુ છે.
ગોરખપુર: 2014માં જાહેરાત થઈ હતી.બાંધકામ પૂર્ણ: ઓપીડી ચાલુ છે.
મંગ્લગીરી: 2014માં જાહેરાત થઈ હતી.બાંધકામ પૂર્ણ,ઓપીડી ચાલુ.
કલ્યાણી: 2014માં જાહેરાત થઈ હતી.બાંધકામ પૂર્ણ.ઓપીડી ચાલુ.
ભાતિંડા: 2014માં જાહેરાત થઈ હતી.બાંધકામ પૂર્ણ,ઓપીડી ચાલુ.
ગૌહાટી: 2016માં જાહેરાત થઈ હતી.બાંધકામ 91 ટકા પૂર્ણ.ઓપીડી ચાલુ
બિલાસપુર: 2015માં જાહેરાત થઈ હતી.બાંધકામ પૂર્ણ.ઓપીડી ચાલુ
મદુરાઈ: 2015માં જાહેરાત થઈ હતી.બાંધકામ શરૂ નથી થયું.કામચલાઉ કેમ્પસમાં એમ બી બી એસ ના વર્ગ શરૂ કરાયા છે.
દરભંગા: 2025માં જાહેરાત થઈ હતી.બિહાર સરકારે આપેલી જમીન અયોગ્ય હોવાનું કહી કેન્દ્ર સરકારે રિજેક્ટ કરતા જમીન હસ્તગત કરવાનું બાકી.
અવંતીપૂરા: 2015માં જાહેરાત થઈ હતી.બાંધકામ 32 ટકા પૂર્ણ.ઓપીડી ચાલુ નથી થઈ.
વિજ્યપુર: 2015માં જાહેરાત થઈ હતી.બાંધકામ 82 ટકા પૂર્ણ.ઓપીડી ચાલુ નથી થઈ.
દેવધર: 2017માં જાહેરાત થઈ હતી.95 ટકા બાંધકામ પૂર્ણ.ઓપીડી ચાલુ
રાજકોટ: 2017માં જાહેરાત થઈ હતી.69 ટકા બાંધકામ પૂર્ણ.ઓપીડી ચાલુ.ઇન્ડોર પેશન્ટ સર્વિસ ચાલુ નથી થઈ.
વિલાસનગર: 2017માં જાહેરાત થઈ હતી.24 ટકા બાંધકામ પૂર્ણ.ઓપીડી ચાલુ.
રેવારી: 2014 માં જાહેરાત થઈ હતી.નવ વર્ષ પછી માત્ર જમીન મેળવવાનું કામ પૂર્ણ થયું છે.બાંધકામ શરૂ નથી થયું.