સ્પાઇસ જેટ 10 સપ્ટેમ્બર સુધી રૂપિયા 100 કરોડ ભરી શકશે ?
દીલ્હી હાઇ કોર્ટે સ્પાઇસ જેટ અને તેના ચેરમેન અજય સિંહને એવો નિર્દેશ આપ્યો છે કે આઇરલાઇનના પૂર્વ પ્રમોટર કલાનિધિ મારન 10 સપ્ટેમ્બર સુધીમાં રૂપિયા 100 કરોડની ચકાવની કરે. કલાનિધિ અને અજય સિંહ વચ્ચે શેર ટ્રાન્સફર વિવાદ ચાલી રહ્યો છે અને તેના વિષે કોર્ટે આદેશ જારી કર્યો છે.
હાઇકોર્ટે સ્પાઇસજેટને ચેતવણી પણ આપી છે કે જો 10 સપ્ટેમ્બર સુધી રકમ નહીં ભરાય તો કંપનીની સંપતિ જપ્ત થઈ શકે છે. વધુ સુનાવણી 11 મી સપ્ટેમ્બરે થવાની છે. અજય સિંહે કોર્ટના આદેશનું પાલન નહીં કરતાં તેને કોર્ટમાં હાજર થવાનો આદેશ પણ અપાયો હતો.
કલાનિધિના વકીલે દાવો કર્યો હતો કે મારન પર કંપનીનું દેણું 395 કરોડનું છે. હાઇકોર્ટે અજય સિંહને પોતાની સંપતિ અને રેવન્યુ કલેક્શનનો ખુલાસો કરવા માટે એફિડેવિટ કરવાની સૂચના પણ આપી હતી.