મોદીના શપથગ્રહણ સમારોહમાં સાત દેશના વડાઓને આમંત્રણ
- માલદીવ્સ સહિતના પાડોશી રાષ્ટ્રના અને સાર્ક સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહેશે
રવિવાર તારીખ 9 ના રોજ સાંજે 7. 15 વાગ્યે એનડીએ સરકારના વડા તરીકે નરેન્દ્ર ભાઈ મોદી વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. તેમની સાથે અન્ય પ્રધાનો પણ શપથ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર આ આ સમારોહમાં સાત પાડોશી દેશના વડાઓ સહિત વિદેશના અનેક નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તેમાંથી મોટાભાગના નેતાઓએ તેનો સ્વીકાર કર્યો છે.
આ પ્રસંગને ધ્યાનમાં લઇ પાટનગર દિલ્હી હાઈ એલર્ટ પર મુકાઈ ગયું છે. વિદેશી મહાનુભાવો જ્યાં ઉતરવાના છે એ હોટેલ તાજ, હોટલ લીલા, આઇટીસી મોર્યા, હોટેલ ઓબેરોય સહિતના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેનાર આ મહાનુભાવો બાદમાં રાષ્ટ્રપતિ વવન ખાતે રાષ્ટ્રપતિ મૂર્મુ દ્વારા યોજાયેલ ભોજન સમારોહમાં પણ ભાગ લેશે.
આ દેશના વડાઓ ઉપસ્થિત રહેશે
શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે, માલદીવસના પ્રમુખ ડોક્ટર મોહમ્મદ મુઇજજુ, સેયચેલ્સના ઉપ-પ્રમુખ અહેમદ આફીફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસ ના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથ, નેપાલ ના વડાપ્રધાન પુષ્પા કુમાર પ્રચંડ અને ભૂતાનના વડાપ્રધાન તેશ્રિંગ ટોબગે ઉપસ્થિત રહેશે.