દરેક દેશની સુરક્ષા એ જ વન ફ્યુચર : મોદી
વડાપ્રધાને જી -20 ની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપતિ વખતે છેલ્લા સત્ર વન ફ્યુચર અંગે વાત કરી
જી -20 શિખર બેઠકનું સમાપન થયા બાદ ભારતે જી-20 ની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપી દીધી હતી. વડાપ્રધાને બ્રાઝીલના પ્રમુખ ડિસિલવા સાથે હસ્તધૂનન કરીને જવાબદારી સોંપી હતી.
સમિટના બીજા અને અંતિમ દિવસે વન ફ્યૂચરના મુદ્દા પર સત્ર યોજાયું હતું જેમાં નેતાઓએ સૂચનો કર્યા હતા. અધ્યક્ષતા સોંપતિ વખતે વડાપ્રધાને કહ્યું હતું કે અહી અમે એવા ફ્યૂચરની વાત કરી છે જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીને ગ્લોબલ ફેમિલીને યથાર્થ બનતા નિહાળીએ.
એમણે કહ્યું કે એક એવું ફ્યુચર જેમાં દેશોના ફક્ત હિત જ નહીં, દિલ પણ જોડાયેલા રહે. આપણે દરેક દેશની સુરક્ષાનું ધ્યાન રાખશુ તો જ વન ફ્યૂચરની ભાવના સશક્ત બનશે.
જી -20 દેશોને આગ્રહ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે મૈં જીડીપી કેન્દ્રિત અપ્રોચને બદલે માનવ કેન્દ્રિત વિઝન તરફ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આજે ભારત પાસે એવું ઘણું છે જે આખા વિશ્વને આપી શકાય છે.
વડાપ્રધાને ડિજિટલ ક્રાંતિનો પણ ઊલલેખ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે ટેકનોલોજીને ઇંકલુસીવ વિકાસ માટેનું સ્ત્રોત બનાવ્યું છે અને નાના ગામડામાં પણ ડિજિટલ પેમેન્ટ શરૂ કરાવ્યું છે.