બંગ્લોરમાં વૈજ્ઞાનિકની કારનો પીછો કરી હુમલો
વિંડશીલ્ડ અને પાછળનો ગ્લાસ તોડ્યો, ઘટના 24મીએ બની હતી, 4 અજાણ્યા લોકો સામે ફરિયાદ
બંગ્લોરના ઇસરો મતઃકના વૈજ્ઞાનિકોના વખાણ દેશ કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ અહીં એક ટોચના વૈજ્ઞાનિકની કાર પર અજાણ્યા બદમાશોએ હુમલો કર્યાની ઘટના બહાર આવી છે.
વૈજ્ઞાનિક આસુતોષ સિંહની કારણો 4 અજાણ્યા શખસોએ પીછો કર્યો હતો અને વિંદશીલ્ડ તેમજ પાછળનો ગ્લાસ તોડી નાખ્યો હતો. આ ઘટના 24 ઓગસ્ટની હોવાનું બહાર આવ્યું છે. એક દિવસ પેહલા જ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ થયું હતું.
પીડિત વૈજ્ઞાનિક એક પ્રતિષ્ઠિત સંસ્થાન નેનો એંડ સોફ્ટ મેટર સાયન્સીસ સાથે જોડાયેલા છે. ટ્વીટ કરીને સિંહે આ માહિતી આપી હતી અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી. બદમાશોએ બાઇક પર કારનો પીછો કર્યો હતો અને હુમલો કરવાનો પ્રયાસ હતો પરંતુ કારને ભારે નુકસાની થઈ હતી. બદમાશોએ સિંહને ધમકીઓ આપી હતી.
પોલીસે 4 અજાણ્યા બદમાશો સામે ફરિયાદ ડાકહલ કરીને એમની શોધખોળ હાથ ધરી હતી. વરિષ્ઠ અધિકારીઓ આ ઘટનાની તપાસમાં જોડાયા છે. જો કે હજુ આરોપીઓ હાથમાં આવ્યા નથી.