ભારતમાં ઋષિ સુનકની અવગણના થઈ, બ્રિટિશ મીડિયાની કાગારોળ
પોતાને ભારતના જમાઈ કહેનારને પૂરતો ભાવ ના મળ્યો
બ્રિટિશ મીડિયાએ જી -20 સંમેલનમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની અવગણના થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. બ્રિટનના અખબારોએ આ મુદ્દો ચગાવ્યો છે.
એવા અહેવાલો પ્રસિધ્ધ થયા છે કે પોતાને ભારતના જમાઈ કહેનાર સુનકને પૂરતો ભાવ મળ્યો નથી. આમ તો તેઓ નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા છતાં બધુ એવું રહ્યું નથી જેની સુનકે આશા કરી હતી.
મીડિયાએ એવી સરખામણી પણ કરી છે કે અમેરિકી પ્રમુખને જેટલું માં પાન મળ્યું છે એટલી સુનકને નથી મળ્યું. બેઠકના ક્રમમા પણ સુનકને નીચે ઊતારી દેવાયા હતા.
સુનકની મોદી સાથે મુલાકાત જી -20 ના સ્થળ પર એક ખાસ રૂમમાં થઈ હતી જ્યારે બાઈડનને મોદીના ઘરે લઈ જઈને બેઠક થઈ હતી. આમ જોઈએ એટલું મહત્વ સુનકને મળ્યું નથી તેવી કાગારોળ મીડિયાએ કરી છે.