આજે સાંજે મોદી 3:0 સરકારનો ઉદય : 7 દેશના વડાઓ ઉપસ્થિત રહેવાના હોવાથી દિલ્હીમાં હાઈ એલર્ટ
હેડિંગ
- રાષ્ટ્રપતિ ભવનમાં ૭-૧૫ વાગ્યે યોજાનારા શપથ સમારોહમાં નરેન્દ્ર મોદી ઉપરાંત કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ લેશે શપથ
- સાત દેશના વડાઓ ઉપસ્થિત રહેવાના હોવાથી દિલ્હીમાં હાઈ એલર્ટ
- પૂર્વ રાષ્ટ્રપતિ, ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ
નવી દિલ્હી
રવિવાર તારીખ 9 ના રોજ સાંજે 7. 15 વાગ્યે એનડીએ સરકારના વડા તરીકે નરેન્દ્ર ભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. તેમની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાનાં અન્ય પ્રધાનો પણ શપથ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર આ આ સમારોહમાં સાત પાડોશી દેશના વડાઓ સહિત વિદેશના અનેક નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તેમાંથી મોટાભાગના નેતાઓએ તેનો સ્વીકાર કર્યો છે.
આ ઉપરાંત આ શપથ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ, વિવિધ દેશોના રાજદૂતો, ઉદ્યોગપતિઓ, ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને વિવિધ ક્ષેત્રે અગ્રેસર રહેલી મહિલાઓને પણ આમંત્રિત કરવામાં આવી છે.
આ શપથ સમારોહને ધ્યાનમાં લઇ પાટનગર દિલ્હી હાઈ એલર્ટ પર મુકાઈ ગયું છે. વિદેશી મહાનુભાવો જ્યાં ઉતરવાના છે એ હોટેલ તાજ, હોટલ લીલા, આઇટીસી મોર્યા, હોટેલ ઓબેરોય સહિતના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેનાર આ મહાનુભાવો બાદમાં રાષ્ટ્રપતિ વવન ખાતે રાષ્ટ્રપતિ મૂર્મુ દ્વારા યોજાયેલ ભોજન સમારોહમાં પણ ભાગ લેશે.
આ દેશના વડાઓ ઉપસ્થિત રહેશે
શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે, માલદીવસના પ્રમુખ ડોક્ટર મોહમ્મદ મુઇજજુ, સેયચેલ્સના ઉપ-પ્રમુખ અહેમદ આફીફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસ ના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથ, નેપાલ ના વડાપ્રધાન પુષ્પા કુમાર પ્રચંડ અને ભૂતાનના વડાપ્રધાન તેશ્રિંગ ટોબગે ઉપસ્થિત રહેશે.