વડાપ્રધાન મોદી ગ્રીસથી સીધા બેંગલોર જશે
ચંદ્રયાન -3 ની સફળતા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપશે. રોડ શો પણ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગ્રીસની યાત્રા પૂરી કર્યા બાદ સીધા બેંગલોર જવાના છે અને ચંદ્રયાન -3 ની સફળતા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપશે. તેઓ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી જરૂરી ચર્ચા કરશે.
વહલી સવારે 4 વાગે વિદેશથી પાછા ફરીને તેઓ 7 વાગે જ ઇસરોના વડામથકે પોહચી જશે. વડા પ્રધાન વૈજ્ઞાનિકો અને ટેકનિક ના જાણકાર નિષ્ણાતો સાથે વાત કર્ષ એયને એમણે શાબાશી આપશે.
દરમિયાનમાં કર્ણાટક ભાજપ દ્વારા વડા પ્રધાનના રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે. 6 હજારથી વધુ કાર્યકરો એરપોર્ટ જઈને મોદીનું સ્વાગત કરશે. બેંગ્લોરથી દીલ્હી આવ્યા બાદ અહીં પણ એમનું ભવ્ય સ્વાગત કરાશે.