વિપક્ષ ઈન્ડિયા નામ બદલી ભારત રાખે
શશી થરૂરે ફૂલફોર્મ બતાવ્યું, Betterment,Harmony,and responsible Advancement for Tomorrow
ભારત અને ઈન્ડિયા નામ પર જંગ છેડાયેલી છે ત્યારે કોંગી સાંસદ શાહી થરૂરે વિપક્ષી ગઠબંધનને સૂચન કર્યું છે કે ઈન્ડિયા નામ બદલીને ભારત કરી નાખો. એમણે ભારત નામનું ફૂલફોર્મ પણ રજૂ કર્યું છે.
ભારત એટલે Betterment,Harmony,And Responsible Advancement for Tomorrow. થરૂરે કહ્યું છે કે આ નામ રાખી લીધા બાદ સરકાર નામ બદલવાનું જ ભૂલી જશે. આ ખેલ જ બંધ જઈ જશે.
કોંગ્રેસ હવે થરૂરના આ સૂચનનો કેવો પ્રતિભાવ આપે છે તે જોવાનું રહશે. જો ઈન્ડિયા નામ બદલી દેવામાં આવે તો આ ખેલ હજુ આગળ ચાલશે તેમ લાગે છે.