કાશ્મીરના મુખ્યમંત્રી બનશે ઓમર અબ્દુલ્લા : નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કરી જાહેરાત
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બડગામ સીટ પરથી જીત્યા છે અને આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા ડો.ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી છે કે તેઓ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “લોકોએ પોતાનો ફેંસલો આપ્યો છે, જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓનો દૂર કરવી છે. હું દરેકનો આભારી છું કે લોકોએ ચૂંટણીમાં ભાગ લીધો. ભગવાનનો આભાર કે પરિણામ તમારી સામે છે. તેમણે એમ પણ કહ્યું કે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે.બડગામ સીટ પર 58.97 ટકા મતદાન થયું હતું. આ બેઠક 1977થી નેશનલ કોન્ફરન્સનો ગઢ છે.
નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી મુખ્યમંત્રી હશે. તેમણે વધુમાં કહ્યું કે, “લોકોએ પોતાનો જનાદેશ આપ્યો છે. તેઓએ સાબિત કરી દીધું છે કે તેઓ 5 ઓગસ્ટે લીધેલા નિર્ણયને સ્વીકારતા નથી. તમને જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા બડગામ સીટ પરથી જીત્યા છે. તેમણે પીડીપીના આગા સૈયદ મુન્તાજીર મેહદીને 18,485 મતોથી હરાવ્યા. ઓમર અબ્દુલ્લાને 36010 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ આગા સૈયદ મુન્તાજીર મેહદીને 17525 વોટ મળ્યા.
તમને જણાવી દઈએ કે ઓમર અબ્દુલ્લા બડગામ તેમજ ગાંદરબલથી ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ બંને સીટો પર આગળ ચાલી રહ્યા છે. ગાંદરબલમાં ઓમર અબ્દુલ્લા 9766 મતોથી આગળ છે. આ સીટ પર ઓમર અબ્દુલ્લાએ પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને ખરાબ રીતે હરાવ્યા છે.
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ છેલ્લે 2009 થી 2015 સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. આ વખતે તેઓ ગાંદરબલ અને બડગામથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. ગાંદરબલ વિધાનસભા સીટ પર 20 રાઉન્ડની મતગણતરી થવાની છે. મતગણતરીના 15માં રાઉન્ડમાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાને 30736 વોટ મળ્યા છે. પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને 20970 મત મળ્યા છે. પીડીપીના ઉમેદવાર ઓમર અબ્દુલ્લાથી 9766 વોટથી પાછળ છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઈશ્ફાક અહેમદ શેખ ત્રીજા ક્રમે છે.