દેશની રાજધાની દિલ્લીને જાણે ટાર્ગેટ કરીને જ રાખવામાં આવી હોય એમ વારંવાર બોમ્બની ધમકીઓ મળી રહી છે. 200 શાળાઓ, ત્યારબાદ હોસ્પિટલો અને હવે દિલ્હીની તિહાર જેલને મળી બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેઈલ મળ્યા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ મામલે પોલીસે જાણ કરવામાં આવત ઘટનાસ્થળે પહોંચીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દિલ્હીમાં ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળવાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ સંદર્ભમાં મંગળવારે તિહાર જેલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેના કારણે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. તેમજ તપાસ શરૂ કરી છે.
તિહાર જેલને મળેલા ધમકીભર્યા ઈમેલમાં લખ્યું છે કે મેં તમારી બિલ્ડિંગની અંદર બોમ્બ રાખ્યા છે. આ તમામ બોમ્બ આગામી થોડા કલાકોમાં વિસ્ફોટ થશે. આ કોઈ મામૂલી ધમકી નથી. બોમ્બને નિષ્ક્રિય કરવા માટે તમારી પાસે થોડા કલાકો છે, નહીં તો બિલ્ડિંગ (તિહાર જેલ) ની અંદર નિર્દોષ લોકોનું લોહી તમારા હાથ પર હશે. ઉપરાંત, આ ઈમેલમાં નીચે લખ્યું છે કે આ હત્યાકાંડ પાછળ ‘કોર્ટ’ જૂથનો હાથ છે.
આ સાથે મંગળવારે સવારે દિલ્હીની ઓછામાં ઓછી ચાર હોસ્પિટલોને પણ બોમ્બની ધમકી મળી હતી. દિલ્હી ફાયર સર્વિસની ટીમો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે હાજર છે. આ હોસ્પિટલોમાં દીપ ચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ અને હેડગેવાર હોસ્પિટલનો સમાવેશ થાય છે.