નિપાહ વાયરસ ફરી ફેલાય છે, કેરળમાં 2 મોત
લોકોને સાવચેત રહેવાની ચેતવણી, વાયરસ ફરી બેઠો થયો
કેરળના કોઝીકોડમાં બે લોકોને તાવ આવવાથી મૃત્યુ થયા હતા. બન્ને લોકોના અકુદરતી મોતનું કારણ નિપાહ વાયરસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના પછી એવુ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, નિપાહ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે.
આ વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે તેવો જૂનોટિક વાયરસ છે. ફ્રુટ બેટ, ચામાચીડિયા જેને ‘ફ્લાઈંગ ફોક્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નિપાહ વાયરસનું કારણ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. તમારી જાણકારી માટે આ બીમારીનું નામ મલેશિયાના એક ગામમાં રાખવામાં આવ્યું હતું. અહીં તેનો પહેલો કેસ મળ્યો હતો.
નિપાહ વાયરસ એક જુનોટિર બીમારી છે જે જાનવરોથી માણસોમાં ફેલાય છે. આ ખાસ કરીને ચામાચીડિયા દ્વારા ફેલાય છે. પરંતુ આના સિવાય તે સુઅર, બકરી, ઘોડા, કુતરાઓ, બિલાડીઓ દ્વારા પણ ફેલાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ હવા દ્વારા નથી ફેલાતી પરંતુ કોઈ સામાન અથવા કોઈ પદાર્થ કે ઈંધણના ટીંપા દ્વારા ફેલાય છે.
નિપાહ વાયરસ વાસ્તવમાં ઈફેક્ટેડ ફળ ખાવાથી જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે. જો કોઈ જાનવરને આ બીમારી થયાનું જાણ મળે તો તેને કોઈ ફળ ખવડાવવાનું છોડી દો. નહી તો જાનવર ફળ ખાશે પછી તે માણસોમાં આ બીમારી ફેલાવા લાગે છે. આ બીમારી માણસોમાં ઝડપથી ફેલાતી બીમારી છે. નિપાહ વાયરસનું ઈંફેક્શન એક માણસથી બીજા માણસ સુધી આસાનીથી ફેલાઈ શકે છે.