સરકારી અફસરોને સમન્સ મોકલવા અંગે નવી માર્ગદર્શિકા
સુપ્રીમ કોર્ટ ટૂક સમયમાં ગાઈડલાઇન આપશે, માનહાનીના કેસમાં જ હાજર થવું પડશે
સુપ્રીમ કોર્ટે આજે એમ કહ્યું હતું કે દેશમાં અલગ અલગ સ્થળો પર તૈનાત સરકારી અફસારોને સમન્સ મોકલવા અંગે ટૂક સમયમાં જ અદાલત નવી ગાઈડલાઇન જાહેર કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા નવા નિયમો નક્કી થશે.
બેન્ચે એમ કહ્યું હતું કે જે કેસોમાં ફેસલો થયો નથી તેમાં અધિકારીઓની એફિડેવિટ જ ચાલશે પરંતુ કોર્ટનો આદેશ ના માનવા પર જે માનહાનિના મામલા હશે તેમાં અફસરોની હાજરી જરૂરી બનશે.
સરકારી અફસરોને સમન્સ મોકલવા અંગે કેટલાક નવા દિશા નિર્દેશ જારી થશે અને બેન્ચ દ્વારા ટોકક સમયમાં જ તે જાહેર થશે. અધિકારીઓને સમન્સ મોકલવાની બાબતએ આ પેહલા પણ નિયમો અંગે ચર્ચા થઈ હતી.