નૈનીતાલના જંગલની આગ શહેરી વિસ્તાર સુધી પ્રસરી, જુઓ તસ્વીરો
નૈનીતાલના જંગલમાં ફાટી નીકળેલી વિકરાળ આગની જ્વાળાઓ છેક હાઇકોર્ટ કોલોની સુધી પહોંચી જતા
મામલો હતી ગંભીર બની ગયો હતો. જંગલના આ દવને કાબુમાં લેવા માટે સેનાની મદદ લેવામાં આવી હતી.
ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓએ ભારે ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં વિવિધ જંગલોમાં આગ લાગવાની 575 ઘટના બની હતી અને તેમાં 689.89 હેક્ટર જંગલનો નાશ થયો હતો. જંગલમાં આગ લગાડવા બદલ તંત્ર દ્વારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ઉત્તરાખંડ સરકારના જણાવ્યા અનુસાર છેલ્લી 24 કલાકમાં જ આગની નવી 31 ઘટના બની હતી જેમાં વધુ 33.34 સેક્ટર જંગલ સાફ થઈ ગયું હતું. દરમિયાન નૈનીતાલને અડીને જ આવેલા જંગલમાં લાગેલી આગ લશ્કરી થાણા સુધી વિસ્તરવાની આશંકાને ધ્યાનમાં લઇ આર્મી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા ઉત્તરાખંડ સરકારના અન્ય વિભાગો દ્વારા સત્વરે આગને આગળ વધતી રોકવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટ કોલોની જ્યાં આવેલી છે તે પાઇન્સ વિસ્તારમાં એક જૂનું મકાન પણ આગની લપેટમાં આવી ગયું હતું. ઉત્તરાખંડ સરકાર દ્વારા નૈનીતાલના તળાવમાં વોટીંગ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.