મોરોક્કો ભૂકંપ મૃત્યુઆંક 2000
હજુ પણ અનેક લોકો સારવાર હેઠળ, હજારો બેઘર
ભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કો ની હાલત દયનીય થઈ ચૂકી છે. અહેવાલ અનુસાર શુક્રવારે મોડી રાતે મોરક્કોમાં આવેલા ભીષણ ભૂકંપ બાદથી અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 6.8ની તીવ્રતાના ભૂકંપને લીધે અત્યાર સુધીમાં 2012થી વધુ લોકોના મોતના અહેવાલની પુષ્ટી થઈ છે. જોકે ઘાયલોની સંખ્યાની વાત કરીએ તો 2059 લોકો ઘાયલ થયા છે.
દેશભરમાં ભૂકંપને કારણે મચી ગયેલી તબાહીને કારણે અધિકારીઓએ શનિવારે દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી . સૈન્યના એક નિવેદન અનુસાર મોરક્કોના કિંગ મોહમ્મદએ સશસ્ત્ર દળોને વિશેષ શોધખોળ અને બચાવ ટુકડી તથા એક સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તહેનાત કરવા નિર્દેશ આપ્યો હતો . ભૂકંપના કેન્દ્રની નજીકમાં આવેલા શહેર મરાકેશમાં ઐતિહાસિક ઈમારતોને મોટું નુકસાન થયું છે. તેના લીધે મોરક્કો હચમચી ગયું છે.
