બિહારમાં 1 માસમાં ડેન્ગ્યુના 6 હજારથી વધુ કેસ
બિહારમાં ડેન્ગ્યુએ ભારે ચિંતા ફેલાવી દીધી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં જ બિહારમાં ડેન્ગ્યુના 6,146 કેસ નોંધાયા હતા, જે છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલ કેસમાં સૌથી વધુ છે. રાજ્યમાં આ વર્ષે કુલ ડેન્ગ્યુના 6,421 કેસ નોંધાયા, જેમાંથી 6,146 એકલા સપ્ટેમ્બરમાં સામે આવ્યા છે.
ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ કાઉન્ટની સંખ્યામાં ઘટાડો એ મુખ્ય લક્ષણ છે પરંતુ DEN-2 વેરિઅન્ટમાં દર્દીઓ શોક સિન્ડ્રોમથી વધુ પીડાય છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો, નબળાઈ અને ચક્કર આવે છે. આ સ્થિતિમાં ડેન્ગ્યુ તાવ ઓછો તથા બાદ પણ દર્દીએ ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી સ્વાસ્થ્યની તપાસ કરાવવી જરુરી છે.