ભગવાને મારી પસંદગી કરી, મહિલા બિલ અંગે મોદીનું નવી સંસદને સંબોધન
વડાપ્રધાને નવી સંસદને કરેલા પ્રથમ સંબોધનમાં મહિલા અનામત બિલલનો ઊલલેખ કરીને કહ્યું હતું કે મહિલાઓને અધિકાર આપવાના પવિત્ર કામ માટે કદાચ ઈશ્વરે મારી જ પસંદગી કરી છે.
એમણે તમામ સાંસદોને સર્વસંમતિ સાથે બિલ પાસ કરાવવાની અપીલ કરીને કહ્યું હતું કે એક પાવન શરૂઆત થઈ રહી છે ત્યારે બધાનો સહકાર જરૂરી છે. અનેક વર્ષોથી બિલ પર વાદવિવાદ રહ્યા છે અને ચર્ચાઓ થઈ છે. આજે ઐતિહાસિક દિવસ છે.
મોદીએ કહ્યું હતું કે અમારી સરકારે ફરીવાર આ દિશામાં કદમ વધાર્યા છે, કેબિનેટે પણ તેને મંજૂરી આપી દીધી હતી.નવી સંસદના પ્રથમ જ દિવસે આ મહત્વનું કામ થયું છે.