મોદીએ ઈસરોના ચીફની પીઠ થપથપાવી, વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પડાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકોને મળવા શનિવારે બેંગલુરુમાં ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેઓ વૈજ્ઞાનિકોને મળ્યા. ઈસરોના વડા એસ. સોમનાથે ઈસરો કમાન્ડ સેન્ટર ખાતે પીએમ મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. પીએમએ સોમનાથને ગળે લગાવીને તેની પીઠ થપથપાવી હતી.
જ્યારે પીએમ કમાન્ડ સેન્ટર પહોંચ્યા ત્યારે વૈજ્ઞાનિકોએ 5 મિનિટ સુધી તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું. ISROના વડાએ PMને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવર લેન્ડિંગની તસવીર રજૂ કરી હતી. ચંદ્રયાન-3નું મોડલ આપીને સન્માન કર્યું.



