મનમોહન મૌન નહોતા, વાત ઓછી અને કામ વધુ કરતાં હતા: અધીરરંજન
લોકસભામાં કોંગી નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જૂના ભવનથી વિદાય થવાનું છે ત્યારે ભાવુક થવું સ્વાભાવિક છે. સાથે એમણે શાસક પક્ષને ટોણો મારીને કહ્યું હતું કે મનમોહનસિંઘને મૌન કહેવામાં આવતા હતા પરંતુ મનમોહન વાત ઓછી અને કામ વધુ કરતાં હતા. સંસદમાં જ્યારે લોકતંત્રની વાત થાય તો નહેરુ અને આંબેડકરની ચર્ચા જરૂર થાય છે. આપણે બધા જ મહાનુભાવોને યાદ કરતાં રહશું.