લાલુનું વિવાદિત બયાન, અમે પીએમના ગળા ઊપર ચઢવા જઈ રહ્યા છીએ !
ગઠબંધનની બેઠક માટે મુંબઈ જતી વખતે આપ્યું બયાન
રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આજે ભારે વિવાદિત નિવેદન કરીને એમ કહ્યું હતું કે અમે બધા વિપક્ષી નેતાઓ પીએમના ગળા પર ચઢવા જઈ રહ્યા છીએ !
આજે લાલુ અને તેજસ્વી યાદવ સહિતનો કાફલો ગઠબંધનની મળનારી બેઠકમાં હાજરી આપવા માટે મુંબઈ રવાના થયો હતો ત્યારે એરપોર્ટ પર લાલુએ ઊપર મુજબ જણાવ્યું હતું.
એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને હટાવવા છે માટે અમે બધા બેઠકમાં જઈ રહ્યા છીએ. 31 ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે આ બેઠક મુંબઇમાં થવાની છે.