રાજસ્થાનના કોટામાં ધોળા દિવસે રસ્તા પર પડોસી મહિલાનું ગળું કાપ્યું
હત્યા બાદ આરોપી સામેથી પોલીસ સમક્ષ હાજર થયો
રાજસ્થાનના કોટા શહેરમાં ધોળા દિવસે રસ્તા પર એક શખ્સે પડોસી મહિલાનું ગળું કાપી નાખ્યું ત્યારે સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. દહેશતના માહોલમાં દુકાનો બંધ થઈ ગઈ હતી.
ચાકુથી કમલીશ નામની મહિલાનું ગળું કાપ્યા બાદ 5 મિનિટ સુધી આરોપી ત્યાં જ ઊભો રહ્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો. એવું બહાર આવ્યું છે કે આરોપીની બહેનને ભગાડવામાં કામલીશનો હાથ છે તેવી શંકા આરોપીને હતી.
આરોપી વીરૂની બહેન થોડા દિવસો પહેલા કામલીશના પરિચિત યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા. ત્યારબાદથી આરોપી સતત કામલીશ પર શંકા કરતો હતો અને મહિલાને સબક શીખવાડવા માંગતો હતો તેવી જુબાની તેણે પોલીસને આપી છે.
કરુણતા એ છે કે પસાર થતાં અનેક લોકોમાંથી કોઈ બનાવ વખતે મહિલાની મદદે આવ્યું નહતું. બધા તમાશો જોઈને ચાલતા થયા હતા. મહિલા રસ્તા પર તરફડી રહી હતી.
ત્યારબાદ કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી. હજાર થયેલા આરોપી વીરૂ ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.