દેશમાં અકસ્માતના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. અનેક લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના છતીસગઢમાં સામે આવી છે જેમાં 18 લોકોના મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ઘાયલોને સારવાર અર્થે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના છત્તીસગઢના કવર્ધા જિલ્લાની છે જ્યાં સોમવારે (૨૦ MAY) એક માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 10 થી 12 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. બૈગા આદિવાસીઓ જંગલમાંથી પરંપરાગત તેંદુના પાન લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. બાહપાની વિસ્તારની નજીક, પિકઅપ વાહન રસ્તામાં કાબૂ બહાર ગયું અને 20 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા 18 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બાકીના લોકો ઘાયલ થયા. પીકઅપમાં 25 થી 30 લોકો હતા. તમામ કુઇના રહેવાસી હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો પંડારિયાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે, પીકઅપ વાહન કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ બાહપાની પાસે ખાડામાં પડી ગયું છે. પીકઅપમાં 25 જેટલા લોકો હતા જેઓ તેંદુના પાન તોડવા ગયા હતા. આ અકસ્માત થયો ત્યારે બધા પાછા ફરી રહ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જંગલ અને ડુંગરાળ વિસ્તાર એવા ઘટના સ્થળે મોબાઈલ નેટવર્ક કામ કરતું નથી. કુકદુર તહસીલનું મુખ્યાલય ઘટના સ્થળથી લગભગ 35 કિમી દૂર છે.
મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ શોક વ્યક્ત કર્યો
कबीरधाम जिले के कुकदूर थाना क्षेत्र के बाहपानी गांव के पास पिकअप पलटने से 18 ग्रामीणों के निधन एवं 4 के घायल होने का दुःखद समाचार प्राप्त हो रहा है।
— Vishnu Deo Sai (Modi Ka Parivar) (@vishnudsai) May 20, 2024
घायलों के बेहतर इलाज के आवश्यक निर्देश ज़िला प्रशासन को दिए गए है।
ईश्वर से दिवंगत आत्माओं की शांति और उनके परिवार के प्रति…
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પર તેણે લખ્યું ઘાયલોની સારી સારવાર માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
છત્તીસગઢના ડેપ્યુટી સીએમએ ટ્વીટ કર્યું
कवर्धा जिले से अत्यंत पीड़ादायक दुर्घटना की जानकारी मिली है।
— Arun Sao ( मोदी का परिवार ) (@ArunSao3) May 20, 2024
कवर्धा जिले के कुकदूर थाना क्षेत्र में पिकअप वाहन पलटने से 15 लोगों के मृत होने की सूचना प्राप्त हुई है। सभी तेंदूपत्ता तोड़कर जंगल से घर वापस लौट रहे थे।
दिवंगत आत्माओं की शांति के लिए ईश्वर से प्रार्थना करता हूं।
છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ એક્સ પર ટ્વીટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, કવર્ધામાં મજૂરોથી ભરેલ પીકઅપ વાહન પલટી જવાથી 18 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં રોકાયેલ છે.