એડવાન્સ પેમેન્ટ પર જીએસટી લાગી શકે, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો પણ થઈ શકે
કેન્દ્ર સરકાર તથા લાર્શન એન્ડ ટ્રુબો કંપની વચ્ચે ચાલતાં ટેક્સ વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
જીએસટીના કાયદાની કલમમાં બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં એડવાન્સ પેમેન્ટ પર જીએસટી લાગુ પડે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળી શકે તેવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
કેન્દ્ર સરકાર તથા લાર્શન એન્ડ ટ્રુબો કંપની વચ્ચે ચાલતો ટેક્સ વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે સપ્લાયની સંમતિ કરપાત્રની વ્યાખ્યામાં આવી જાય છે જે પેટે મળેલું એડવાન્સ પેમેન્ટ પર જીએસટી લાગું પડે છે. જીએસટી ની કલમ સાત તથા 16 (1)નું અર્થઘટન કરીને અગત્યનો ચુકાદો રજૂ કર્યો હતો.
હાઇકોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કાયદાની કલમ 16 અંતર્ગત ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો દાવો કરવા હકદાર છે, સપ્લાયર દ્વારા અપાતાં રીસીપ્ટ વાઉચરના આધારે ક્રેડિટ ક્લેમ કરી શકાય છે.