ગેઇલના ડાયરેક્ટર સિંઘની ધરપકડ
રૂપિયા 50 લાખની લાંચ કેસમાં સીબીઆઇની કાર્યવાહી અન્ય 4 અધિકારી પણ પકડાયા
સીબીઆઈએ આજે મોટું પગલું લીધું હતું અને ગેસ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર કે બી સિંઘની રૂપિયા 50 લાખની લાંચ કેસમાં ધરપકડ કરી હતી અને તેને પગલે ભારે ખળભળાટ મચી ગયો હતો.
સીબીઆઈએ અન્ય 4 સીનીયર અધિકારીઓની પણ ધરપકડ કરી છે. જેમાં વડોદરાના ઍડ્વાન્સ ઇન્ફ્રા. ના ડાયરેક્ટર સુરેન્દ્ર કુમારનો પણ સમાવેશ થાય છે.
સીબીઆઇના વર્તુળોએ એવી માહિતી આપી હતી કે ગેસ પાઇપ લાઇન પ્રોજેક્ટના કોન્ટ્રાકટરો ની તરફેણ કરવા માટે મોટી રકમની લાંચ ચૂકવાઈ હતી.
આ બારામાં સીબીઆઇની ટીમોએ અનેક સ્થળે દરોડા પાડયા હતા. દીલ્હી, નોઇડા, વિશાખાપટનમ સહિતના શેહરોમાં તપાસ કરવામાં આવી હતી.