મધ્યપ્રદેશમાં એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થતાં પાંચ મજૂરોના મોત
મધ્યપ્રદેશના મુરેનામાં એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ફેક્ટરીમાં કામ કરતા 5 મજૂરોના મોત થયા હતા. જ્યારે અન્ય કેટલાક કારીગરોને અસર થઈ જતા તેમને દવાખાને ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાંચ મૃતક મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. હાલ ફેક્ટરીને ખાલી કરાવવામાં આવી છે. આ ઘટના જિલ્લાના જરેરુઆ વિસ્તારમાં આવેલી ફૂડ ફેક્ટરીમાં બની હતી.
ગેસ કેવી રીતે લીક થયો છે અને ક્યાં ખામી રહી ગઈ છે તે બારામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એક સાથે પાંચ મજૂરોના મૃત્યુ થતાં એમના પરિવાર નોંધારા બની ગયા છે.