Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

હત્યામાં ભારતની કથિત સંડોવણીના પુરાવા ‘ફાઈવ આઈ’ એ આપ્યા હતા

Sun, September 24 2023

કેનેડા ખાતેના અમેરિકાના એમ્બેસેડર નો ચોકાવનારો ધડાકો

કેનેડામાં શીખ આતંકવાદી હરદીપ સિંઘ ની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી યુદ્ધ ફાટી નીકળ્યું છે. હવે સવાલ માત્ર એટલો જ છે કે કેનેડા પાસે ભારતની સંડોવણીના વિશ્વસનીય પુરાવા હતા કે જસ્ટિન ટુડોએ હવામાં જ તીર ચલાવ્યું હતું? ભારતે તો આ આક્ષેપો પહેલેથી ફગાવી જ દીધા છે અને કેનેડાએ કોઈ પુરાવા ન આપ્યા હોવાનો દાવો કર્યો છે. આ સંજોગોમાં બેમાંથી કોણ સાચું એ વિવાદ વકર્યો છે ત્યારે જ કેનેડા ખાતેના અમેરિકાના એમ્બેસેડર ડેવિડ કોહેને મોટો ધડાકો કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારતની કથિત સંડોવણી અંગે ‘ ફાઈવ આઈ ‘ દ્વારા ઇન્ટેલિજન્સ માહિતી કેનેડાને અપાયા બાદ જસ્ટિન ટુડોએ આ આક્ષેપ કર્યો હતો.


કેનેડાની વિવિધ ન્યુઝ ચેનલો ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ભારત સરકાર અને કેનેડાના નાગરિક એટલે કે હરદીપસિંઘ નિજજર ની હત્યા વચ્ચે સંભવિત કડી હોવાની ફાઈવ આઈ ભાગીદારો પાસે ગુપ્ત માહિતી હતી અને એ માહિતી કેનેડા સાથે શેયર કરવામાં આવી હતી. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે કેનેડા,યુએસ, યુકે,ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઇન્ટેલિજન્સ શેયરિંગ સમજૂતી છે અને તે રાષ્ટ્રો ફાઈવ આઈના નામે ઓળખાય છે.


બે દેશ વચ્ચેના વિવાદમાં પહેલેથી એ પ્રશ્ન પૂછાતો રહ્યો હતો કે ભારતની કથિત સંડોવણી સાબિત કરવા માટે કેનેડા પાસે કયા પુરાવા છે અને એ પુરાવા વિશે બીજા કોને કોને જાણકારી હતી? હવે અમેરિકી એમ્બેસેડરના આ ખુલાસા બાદ એ સ્પષ્ટ બન્યું છે કે ફાઈવ આઈના તમામ દેશો પાસે આ માહિતી હતી. નોંધનીય છે કે અમેરિકા તરફથી પ્રથમ વખત સત્તાવાર રીતે આ ખુલાસો થયો છે. આ મુદ્દે કેનેડા અને અમેરિકા વચ્ચે ખૂબ લાંબો સંદેશા વ્યવહાર થયો હોવાનું પણ ડેવિડ કોહેને જણાવ્યું હતું. આ અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીનકેને પણ હત્યાની જવાબદારી નક્કી થાય એ માટે તપાસમાં કેનેડાને ભારત પૂરતો સહકાર આપે એવો અનુરોધ કર્યો હતો.

અમેરિકા કેનેડાને હત્યાનો પહેલેથી ‘ ભય ‘ હતો?

હરદીપ સિંઘની હત્યા થઈ તે પહેલા જ ખાલીસ્તાન સમર્થક નેતાઓની હત્યા થઈ શકે છે એવી અમેરિકા પાસે માહિતી હતી. અમેરિકન શીખ સમુદાયના કેલિફોર્નિયા સ્થિત નેતા પ્રીતપાલ સિંહ ને રૂબરૂ મળીને એફબીઆઇના એજન્ટોએ તેમની હત્યા થવાનો ભય હોવાની ચેતવણી આપી સાવચેત રહેવા જણાવ્યું હતું. અમેરિકાના અન્ય બે શીખ નેતાઓએ પણ એફબીઆઈ એ તેમનો સંપર્ક કરી આવી જ ચેતવણી આપી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ કેનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સી એ પણ નિઝર અને અન્ય ખાલીસ્તાન સમર્થક નેતાઓની જિંદગી ઉપર જોખમ હોવાથી ચેતવણી આપી હોવાનો બ્રિટિશ કોલમ્બિયા ગુરુદ્વારા કાઉન્સિલના સભ્ય મોહીંનદર સિંઘે દાવો કર્યો હતો

કેનેડામાં વંશીય રક્તપાત નો ભય.

જસ્ટિન અને લિબરલ પાર્ટીના ભારતીય મૂળ ધરાવતા સાંસદ ચંદ્ર આર્ય એ કેનેડાના સૌથી વધુ પ્રતિષ્ઠિત અખબારનો હવાલો આપીને કેનેડામાં વંશિયા રક્તપાત થવાનો અને હિન્દુઓ જ તેનો ભોગ બનવાનો વ્યક્ત કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જાહેરમાં કહ્યું કે શીક આતંકવાદીઓ હિન્દુઓને કેનેડા છોડી જવાની ખુલ્લી આમ ધમકી આપે છે. આ અગાઉ ખાલી સ્થાને રેલીમાં ઇન્દિરા ગાંધીની હત્યાનો પ્લોટ સામેલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આવી આતંકી પ્રવૃત્તિનો ફ્રીડમ ઓફ સ્પીચ ના ઓછા હેઠળ બચાવ કરવો એ તો આતંકવાદને વધુ પ્રોત્સાહન આપ્યું જ ગણાય.

Share Article

Other Articles

Previous

14 વર્ષની બાળાએ દુષ્કર્મિ પિતાને ગોળીથી વીંધી નાખ્યા

Next

રાજકોટમાં ચૌહાણ પરિવાર દ્વારા પ્રેરક સેવા, થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
11 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

મોદી વિશે ભાજપનું શું નવું અભિયાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હી : શાહદરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં સિક્રેટ સુરંગ હોવાનો ધડાકો : એ.એસ.આઇ રહસ્ય ખોલશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ બારની ચૂંટણીમાં ૧૦૦૦ મતની ગણતરી બાદ પ્રમુખ પદે પરેશ મારુ ૩૮૫ મત સાથે પ્રથમ ક્રમે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર