કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પૂત્ર સામે આર્મ્સ એક્ટ હેઠળ એફઆઇઆર
લખનૌમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પૂત્ર વિકાસ સામે લાયસંસવાળા હથિયાર રાખવામાં બેદરકારી રાખવા અને તેનો દુરુપયોગ કરવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરાઇ છે.
થોડા સમય પેહલા વિનય નામના ભાજપના કાર્યકરની જેપીસ્તોલથી હત્યા કરાઇ હતી તે વિકાસની જ હતી તેવું પ્રસ્થાપિત થયા બાદ વિકાસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
કૌશલ કિશોરના ઘરની અંદર જ આ હત્યા કરવામાં આવી હતી. વિકાસ ઘટના સ્થળ પર હાજર નહતો પણ પિસ્તોલ તેની હતી. વિકાસની સામે લાપરવાહીથી પિસ્તોલ રાખવા બદલ ગુનો દાખલ કરાયો છે.