હિમાચલ પ્રદેશમાં ખેડૂતોના વિરોધથી ભાજપ માટે સંકટ
- સંયુક્ત કિસાન મંચે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો
- સફરજન ઉત્પાદક ખેડૂતોએ ભાજપ સામે મોરચો માંડ્યો
આજે જ્યાં મતદાન થવાનું છે તે હિમાંતર પ્રદેશની તમામ ચાર બેઠકો ઉપર 2019 માં ભાજપનો ભવ્ય વિજય થયો હતો પણ આ વખતે ત્યાં વિવિધ પરિબળોને કારણે ભાજપ માટે કપરાં ચઢાણ છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયા બાદ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું શાસન છે અને બીજી તરફ સફરજન ઉત્પાદક ખેડૂતોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે ત્યારે ભાજપ માટે ગત ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન કરવાનું મુશ્કેલ બન્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
સફરજન ઉત્પાદક ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની માંગણીઓ અંગે છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન મોદીએ વચનો તો આપ્યા પણ એક પણ વચનનું પાલન નથી કર્યું. ભારતની બજારો તુર્કી, ઈરાન ઇટાલી ચીલી અને સાઉથ આફ્રિકાના આયા થી સફળતા નથી ઉભરાતી રહે છે અને પરિણામે ઘરઆંગણાના સફરજન ઉત્પાદકોને પૂરતી કિંમત નથી મળતી. ખેડૂતોએ સફરજન ની આયાત ઉપર સો ટકા ઈમ્પોર્ટ ડ્યુટી, ખેતીના સાધનો ઉપર જીએસટી નાબુદી, જંતુનાશક દવા અને ખાતરો ઉપર સબસીડી તેમજ લોન માફી માટેની માંગણીઓ કરી હતી. એ એક પણ માગણી તરફ સરકારે ધ્યાન ના આપ્યું હોવાનો પ્રોગ્રેસિવ ગ્રોઅર્સ એસોસિયેશને આક્ષેપ કર્યો હતો. સંયુક્ત કિસાન મોરચા એ પણ ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે.
અનેક બેઠકો પર સફરજન ઉત્પાદક ખેડૂતો નિર્ણાયક
સફરજનની ખેતીનું વાર્ષિક 4000 કરોડનું અર્થતંત્ર છે.સરકારી આંકડા મુજબ 2022 માં 3.5 કરોડ બોક્સ અને 2023 માં 2 કરોડ બોક્સ સફરજનનું ઉત્પાદન થયું હતું. સફરજનની ખેતી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3.50 લાખ પરિવારો સંકળાયેલા છે. હિમાચલ પ્રદેશની મંડી અને સીમલા ની લોકસભાની બેઠકો હેઠળ આવતા સીમલા મંડી કુલુ અને કરનારી જિલ્લાઓની 21 વિધાનસભા બેઠકોની 1,15,600 હેક્ટર જમીનમાં સફરજનની ખેતી થાય છે. સફરજન ઉત્પાદક ખેડૂતોની નારાજગીને કારણે હિમાચલ પ્રદેશની ચારમાંથી આ બે બેઠકો ઉપર પરિણામ ઉલટ સુલટ થઈ શકે છે.