સુપ્રીમ કોર્ટની નકલી વેબસાઇટ મળી
અમેરિકા અને થાઈલેન્ડ સાથે કનેક્શન, પોલીસે શરૂ કરી તપાસ
દીલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટની નકલી વેબસાઇટ બનાવવાના મામલામાં કેસ દાખલ કર્યો છે. પોલીસને એવી શંકા છે કે સુપ્રીમ ની નકલી વેબસાઇટ 50 થી 60 દિવસ પહેલા અમેરિકામાં બનાવવામાં આવી હતી.
સુપ્રીમ ના એડિશનલ રજિસ્ટ્રાર કે. બી. મારવાહ દ્વારા આ મુજબની ફરિયાદ લખાવવામાં આવી હતી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટના જણાવ્યા મુજબ ઈન્ટરનેટ ટ્રાફિકનો પ્રારંભ અમેરિકાથી થયો હતો અને તેને થાઈલેન્ડ મારફત ભારત મોકલવામાં આવ્યું હતું.
ફરિયાદના આધારે સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં કલમ 66 સી એંડ ડી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નકલી વેબસાઇટ મારફત હેકરો ફોન નંબરો, બઁક વિગતો, નેટ બૅન્કિંગ વગેરેની માહિતી માંગી રહ્યા હતા.
