કારોબારીના અંતિમ દિવસે સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરવા માંગ
બંધારણ બચાવવા કોંગીના શપથ
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ ચૂંટણીને લઈને મંથન શરુ કરી દીધુ છે. કોંગ્રસની નવી કાર્યસમિતિની બે દિવસીય બેઠકમાં નેતાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આજે બેઠકના અંતિમ દિવસે કોંગ્રેસે બંધારણ બચાવવા સહિતના ત્રણ શપથ લીધા હતા.
હૈદરાબાદમાં કોંગ્રેસની કારોબારીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા.
કાર્યસમિતિને બેઠક બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે વર્ષ 1989માં રાજીવ ગાંધીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામતની ખાતરી આપી હતી અને બાદમાં મનમોહન સિંહ બિલ લાવ્યા હતા.
વધુમાં આગળ કહ્યું હતું કે બેઠકમાં એક પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં માગ કરવામાં આવી છે કે આગામી વિશેષ સત્રમાં મહિલા અનામતનું આ બિલ પસાર કરવામાં આવે. આ પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ બીલને લઈને પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો હતો.