અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાને કોર્ટનું તેડું
બે વિધાનસભા મતક્ષેત્રોના વોટર લિસ્ટમાં નામ નીકળ્યું
દીલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાને દીલ્હીની કોર્ટે સમન્સ પાઠવ્યું છે. બે અલગ અલગ વિધાનસભા મતક્ષેત્રોના વૉટર્સ લિસ્ટમાં એમનું નામ નીકળ્યું છે તેવો આરોપ છે.
ભાજપના નેતા હરીશ ખુરાંનાએ એક અરજી અદાલતમાં દાખલ કરી હતી. જેના પર સુનાવણી બાદ કોર્ટે સુનિતાને સમન્સ પાઠવ્યું હતું. આ અપરાધ પૂરવાર થાય તો 2 વર્ષની સજાની જોગવાઈ છે.
અરજીમાં એવો આરોપ મુકાયો છે કે સુનિતાએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમનો ભંગ કર્યો છે. અદાલતે એમ ઠરાવ્યું છે કે આ બાબતમાં કેસ બને છે. સુનિતાનું નામ ગાઝિયાબાદ મતક્ષેત્રના લિસ્ટમાં છે અને બીજું નામ દીલ્હીની ચાંદની ચોકના વોટર લિસ્ટમાં પણ છે તેવો આરોપ છે.