કોંગી નેતા ‘રાશીદલાલકે હસીન સપને ” ચુંટણી અંગે સવાલોના જવાબ આપ્યા
સ્મૃતિ ઈરાનીની ડિપોઝિટ જપ્ત થશે , પીએમ ગુજરાત ભાગી જશે
લોકસભાની ચુંટણી માટેની રાજકીય પક્ષોની કવાયત શરૂ થઈ ચૂકી છે અને સાથે હમેશની જેમ એકબીજા સામે ડાઈલોગબાજી પણ ચાલુ થઈ ગઈ છે. કોંગીના નેતા રશીદ અલવીએ મીડિયા સાથેની વાતચીતમાં એમ કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠ થી ચુંટણી લડશે તો ભાજપના સ્મૃતિ ઈરાનીની ડિપોઝિટ જપ્ત થઈ જશે.
એ જ રીતે જો વારાનસીમાં કોંગી નેતા પ્રિયંકા ગાંધી મેદાનમાં ઊતરશે તો પછી વડાપ્રધાન એમની સામે લડશે નહીં અને ગુજરાત ભાગી જશે. રાહુલની સામે આ વખતે સ્મૃતિ ઈરાનીની પણ ડિપોઝિટ જપ્ત થઈ શકે છે.
ગઇકાલે ઉત્તર પ્રદેશના કોંગી પ્રમુખ અજય રાઈએ એવી જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી તો અમેઠીથી જ ચુંટણી લડશે અને પ્રિયંકા ગાંધી વારાનસીથી લડે તેવી શક્યતા છે. આ અંગે પ્રતિક્રિયા આપવાનું કહતા અલવીએ મૂંગેરિલાલ ના સપના જેવા જવાબ આપ્યા હતા.
એમણે એમ પણ કહ્યું હતું કે કદાચ સ્મૃતિ ઈરાની અમેઠી છોડીને ભાગી જાય તેવું પણ બની શકે છે. અમેઠી બેઠક પરંપરાગત રીતે નેહરુ, ગાંધી પરિવારની ગઢ જેવી રહી છે.