‘હું શેતાન છું હત્યારી છું’: સાત સાત નવજાત શિશુની હત્યા કરનાર બ્રિટિશ નર્સની કબૂલાત
ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરની ક્રાઉન કોર્ટે શુક્રવારે નોર્થ વેસ્ટ ઈંગ્લિશમાં આવેલી કાઉન્ટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલમાં સાત નવજાત શિશુઓની હત્યા કરવાના અને છ બાળકોના હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં એ હોસ્પિટલની 33 વર્ષની લ્યુસી લેબિટ નામની નર્સને દોષિત ધરાવતો ચુકાદો આપ્યો હતો. એ નર્સના ઘરેથી ‘હું શેતાન છું અને આ મેં કર્યું છે’ એવું લખેલા પત્રો પણ મળી આવ્યા હતા
ઇંગ્લેન્ડની આ હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા અથવા તો બીમાર અને નબળા નવજાત શિશુઓ આ નર્સ નો શિકાર બન્યા હતા. પોતાને શેતાન ગણાવતી આ નર્સ ઇન્સ્યુલિનના ઝેરી ઇન્જેક્શન, ઓવર ફીડિંગ વગેરે દ્વારા બાળકોને મારી નાખતી હતી. 2015 જૂનથી 2016 જૂન વચ્ચેના એક વર્ષના સમય ગાળામાં એક જ હોસ્પિટલમાં બનેલી મૃત્યુની હા ઘટનાઓએ ભારે ભેદભરમ સર્જ્યા હતા અંતે આ અંગે ભારતીય મૂળ ધરાવતા એ હોસ્પિટલના વીઝીટીંગ ડોક્ટર રવિ જયરામને શંકા ગયા બાદ આ હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો
