ચુંટણી કમિશનરોની નિયુક્તિમાં સીજેઆઈને સ્થાન નહીં
સુપ્રીમ કોર્ટના વધુ એક નિર્ણયને ફેરવવા બિલ લાવી કેન્દ્ર સરકાર
દીલ્હી સેવા બિલ પાસ થયા બાદ હવે સરકાર ચુંટણી કનીશનરોની નિયુક્તિ સાથે સંબંધિત એક બિલ રાજ્યસભામાં લઈને આવી છે. તેમાં એવી જોગવાઈ છે કે કમિશનરોની નિયુક્તિમાં માટેની સમિતિમાં મુખ્ય ચુંટણી કમિશનરને સ્થાન નહીં અપાય.
ખરડામાં સેવાની શરતોની સાથે કાર્યકાળને વધારવાનો અધિકાર પણ શામેલ છે. આજે ગૃહમાં આ ખરડો રજૂ કરાયો હતો. ખરડાની જોગવાઇઓ મુજબ ચુંટણી કમિશનરોની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા એક પસંદગી સમિતિની ભલામણ પર કરવામાં આવશે.
આ સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન હશે. લોકસભામાં વિપક્ષના નેતા અને વડા પ્રધાન દ્વારા નોમિનેટ એક કેન્દ્રીય મંત્રી તેના સભ્ય હશે. સુપ્રીમ કોર્ટે માર્ચમાં એક ફેસલો આપ્યો હતો જેનો હેતુ કમિશનરોની નિયુક્તિમાં કાર્યપાલિકાના હસ્તક્ષેપને ઘટાડવાનો હતો.
નિયુક્તિ માટેની સમિતિમાં મુખ્ય ચુંટણી કમિશનરને શામેલ કરવાની વાત સુપ્રીમ કોર્ટે કરી હતી પરંતુ હવે સરકાર આ ફેસલાને ફેરવવા માંગે છે.