કોલકત્તા હાઇકોર્ટનું તારણ,ખોટી ફરિયાદો કરાઇ રહી છે
498-એથી મહિલાઓએ ફેલાવ્યો કાનૂની આતંકવાદ
કોલકત્તા હાઇકોર્ટે એમ કહ્યું છે કે આઇપીસીની કલમ 498-એની ધારાઓનો દુરુપયોગ કરીને મહિલાઓએ કાનૂની આતંકવાદ ફેલાવી દીધો છે. આ કાનૂન મહિલાની વિરુધ્ધ તેણીના પતિ અને પરિવારની ક્રૂરતાને અપરાધ ઘોષિત કરે છે.
સ્વપન દાસ વિરુધ્ધ બંગાળ રાજ્ય કેસમાં ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે ધારા 498-એ મહિલાઓની ભલાઈ માટે બનાવાઇ હતી. પરંતુ હવે તો સાવ ખોટા કેસ દાખલ કરાવીને તેનો ભયંકર દૂરઊપયોગ કરવામાં આવી રહ્યો છે.
સમાજમાંથી દહેજની બૂરાઈને ખતમ કરવા માટે આ કાયદો બનાવાયો છે અને તેને લાગુ કરાયો છે. પણ હવે તો અનેક કેસને જોતાં દેખાઈ આવે છે કે તેનો દૂરઊપયોગ થઈ રહ્યો છે.
નીયયમૂર્તિ ડૂબેએ પોતાના ફેસલામાં કહ્યું હતું કે 498-એ હેઠળ ક્રૂરતાની પરિભાષામાં જણાવાયેલ ઊતપીડન અને યાતનાને કેવલ વાસ્તવિક ફરિયાદી એટલે કે પત્ની દ્વારા સાબિત કરી શકાય જ નહીં. એક પરિવાર વિરુધ્ધ આ પ્રકારનો કેસ અને ફરિયાદ રદ કરીને કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ તો કરી શકાય છે પણ તેને નક્કર પૂરાવા થકી જ સાચા ઠેરવી શકાય છે.
498-એ વિરુધ્ધ થયેલી અરજી પર ચુકાદો આપીને કોર્ટે ઊપર મુજબ જણાવ્યું હતું.આ કેસમાં પત્ની 2017 માં પતિ અને તેના પરિવારજનો સામે 498-એ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી અને ટે અંગે હાઇકોર્ટે સખત વલણ અપનાવીને દૂરઊપયોગની વાત કરી હતી.
