યુપીમાં બેનની છેડતીનો વિરોધ કરનાર ભાઈની હત્યા
શાળાએથી પાછો ફરતા 10 માના સ્ટુડન્ટને ઢોર માર માર્યો,અલ્હાબાદની ઘટનાને પગલે ટેન્શન
ઊતર પ્રદેશના અલ્હાબાદમાં બેનની છેડતીનો વિરોધ કરનાર ભાઈની ઢોર માર મારીને હત્યા કરી દેવાઈ હતી અને શહરમાં ભારે તસંશનનો માહોલ છવાયો હતો. તરત જ પોલીસ સમગ્ર વિસ્તારમાં અને શહેરમાં મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસે આ ઘટના અંગે પાંચ લોકોની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરી હતી પરંતુ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોએ કેટલાક વાહનોમાં અને અંબુલન્સમાં તોડફોડ કરી હતી.
ત્યારબાદ સેંકડો લોકોની ભીડ દ્વારા પોલીસ મથકનો ઘેરાવ થયો હતો અને પોલીસે બધાને વિખર્યા હતા. પોલીસનો મજબૂત જાપ્તો ચારેકોર ગોઠવી દેવાયો હતો.