નૈનિતાલમાં ઠેકઠેકાણે બોમ્બ ધડાકાની ધમકી
હિઝબુલ આતંકી સંગઠને લીધી જવાબદારી, નીતિન શર્મા નામના યુવકની ધરપકડ
ઊતરખંડના નૈનિતાલમાં અનેક જગ્યા પર બોમ્બ ધડાકા કરવાની ધમકી મળતા પોલીસને દોડાદોડી થઈ ગઈ હતી. ધમકી આપનાર નીતિન શર્મા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
જો કે પોલીસના જણાવ્યા મુજબ ધમકીની જવાબદારી હિઝબુલ નામના આતંકી સંગઠને લીધી છે. નૈનીતાલ પોલીસના ઓફીસિયલ પેજ પર નીતિન શર્મા નામના ફેસબૂક યુઝર દ્વારા ધમકી અપાઈ હતી.
નીતિન શર્મા દીલ્હીનો રહવાસી છે અને તેણે ધર્મપરિવર્તન કરીને પોતાનું નામ ખાલીદ રાખ્યું હતું. જે આંધ્ર પ્રદેશમાં મળી આવ્યો હતો. આ પેહલા પણ ઊપરોક્ત શખસ દ્વારા કંટ્રોલને આ પ્રકારની ભ્રામક માહિતી મળી હતી.