બિહાર : નદીઓ ઉપરના પુલો પત્તાના મહેલની જેમ ધરાશાયી : નવ દિવસમાં પાંચ પુલ તૂટી પડ્યા, જુઓ વિડીયો
बधाई हो! बिहार में डबल इंजन सरकार की डबल ताकत से महज 𝟗 दिन में केवल और केवल मात्र 𝟓 पुल ही गिरे है।
— Tejashwi Yadav (@yadavtejashwi) June 29, 2024
प्रधानमंत्री नरेंद्र मोदी की रहनुमाई और मुख्यमंत्री नीतीश कुमार की अगुवाई में 𝟔 दलों वाली डबल इंजनधारी 𝐍𝐃𝐀 सरकार ने बिहारवासियों को 𝟗 दिन में 𝟓 पुल गिरने पर मंगलराज की… pic.twitter.com/Jj8cVPwKlY
બિહારમાં વિવિધ નદીઓ પરના પુલો તૂટવાની ઘટનાઓ અવિરત જારી છે. શુક્રવારે વધુ એક એવી ઘટનામાં મધુબાની જિલ્લામાં વધુ એક પુલ ધરાશાયી થઈ ગયો હતો. છેલ્લા નવ દિવસમાં જ ુલ તૂટવાની આ પાંચમી ઘટના હતી. પ્રાપ્ત વિગત મુજબ નેપાળની શરત નજીક મધુબાની જિલ્લામાં હવેલી ભૂતાહી નદી પર છેલ્લા બે વર્ષથી બની રહેલો પુલ અચાનક ધડામ દઈને તૂટી પડ્યો હતો. બિહારના રૂરલ વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા આ બ્રિજનું બાંધકામ થઈ રહ્યું હતું.
આ અગાઉ રાજ્યના ફરારીયા શિવાન અને ચંપારણ જિલ્લાઓમાં પણ પુલો તૂટવાની ઘટનાઓ બની હતી. 22 જૂન ના રોજ શિવાંગ જિલ્લાના મહારાજ ગંજમાં ગંડક નદી પર નો પુલ પણ તૂટી પડ્યો હતો. તેના બીજા દિવસે 23 મી જુને પશ્ચિમ ચંપારણમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બની રહેલ પુલ પણ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. 26 મી જુનના રોજ કિશન ગંજમાં 13 વર્ષ જૂનો પુલ તૂટી પડતા અનેક ગામડા સંપર્ક વિહોણા બની ગયા હતા. એ પુલનું નિર્માણ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2011 માં કરવામાં આવ્યું હતું. તૂટી પડેલા બધા પુલોનું નિર્માણ બિહારના સરકારી ખાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે માત્ર નવ જ દિવસમાં પાંચ પાંચ તુલ તૂટી પડતા સરકારી કામમાં થયેલા ભ્રષ્ટાચાર અને બેદરકારી નો શરમજનક પર્દાફાશ થયો છે.
ડબલ એન્જિનની સરકારનું આ છે મંગલ રાજ: તેજસ્વી યાદવ
આટલી મોટી સંખ્યામાં પુલ ધરાશાયી થયા બાદ આરજેડીના નેતા તેજસ્વી યાદવે સરકારની કટાક્ષમય ટીકા કરી હતી તેમણે ટ્વિટ કર્યું,“અભિનંદન! બિહારમાં ડબલ એન્જિન સરકારના ડબલ પાવરના કારણે માત્ર 9 દિવસમાં માત્ર 5 પુલ ધરાશાયી થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમારના માર્ગદર્શન હેઠળ 6 પક્ષોની બનેલી ડબલ એન્જિન એનડીએ સરકારે 9 દિવસમાં 5 પુલ ધરાશાયી થવા પર બિહારના લોકોને મંગલરાજ ની શુભ અને તેજસ્વી શુભેચ્છાઓ મોકલી છે.