1200 ડોલર પ્રતિ ટનથી ઓછા ભાવના બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ
ગેરકાયદેસર નિકાસને રોકવા માટે પગલું, રિટેલ ભાવ કાબુમાં આવશે
કેન્દ્ર સરકારે પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ બિન બાસમતી ચોખાની સંભવિત ગેરકાયદેસર નિકાસને રોકવા માટે 1200 ડોલર પ્રતિ ટનથી ઓછા ભાવના ચોખાની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
આજે વાણિજ્ય મંત્રાલય દ્વારા આ અંગેની કરાયેલી જાહેરાતમાં એમ જણાવાયું હતું કે નિકાસ સત્તામંડલને કેટલીક સૂચનાઓ અપાઈ છે જેમાં ઊપર મુજબના ચોખાની નિકાસને મંજૂરી નહીં આપવા ખાસ જણાવી દેવાયું છે.
આગામી સમયમાં એક ખાસ સમિતિની રચના થાશે જે ચોખાની રિટેલ ભાવસપાટી નિયંત્રિત કરવાનું કામ કરશે. સરકાર ઘરેલુ સપલાઈને ઊતેજન આપવા માટે અનેક પગલાં લેશે.