જેટ એરવેઝના સ્થાપક ગોયલની ધરપકડ
બઁક સાથે રૂપિયા 538 કરોડની છેતરપિંડીનો આરોપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી . તેમના પર 538 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગોયલને ઇડીના અધિકારીઓએ આજે સવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. તે અગાઉ બે વખત ઈડી સમક્ષ હાજર થયા ન હતા. પરંતુ આજે પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ગોયલ વિરુદ્ધ ઈડી નો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી સીબીઆઇ એફઆઇઆર પર આધારિત છે. 5 મેના રોજ સીબીઆઈના અધિકારીઓએ ગોયલના નિવાસસ્થાન અને તેમની ઓફિસ સહિત મુંબઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.
સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગનો આરોપ મૂક્યો હતો, જેના કારણે કેનેરા બેંકને 538.62 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
શું છે મામલો?
સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝના ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસ ભંગના આરોપો લગાવ્યા હતા, જેના કારણે બેંકને 538.62 રૂપિયાનું નુકસાન થયું હતું.