હવે સૂર્ય પર નિશાન આદિત્ય -એલ -1 બીજી સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે , ઇસરોના અધિકારીએ આપ્યો સંકેત
ચંદ્ર અભિયાનની સફળતા બાદ હવે ઇસરોનું નિશાન સૂર્ય ઊપર છે અને હવે સૂર્ય મિશન આદિત્ય -એલ -1 બીજી સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે છે તેવો સંકેત ઇસરોના અધિકારીએ આપ્યો છે.
સૂર્યના અવલોકન માટે પ્રથમ સમર્પિત ભારતીય અંતરીક્ષ મિશન હશે. તેનું લક્ષ્ય એલ -1 ની ચારે તરફની કક્ષાથી સૂર્યનું અધ્યયન કરવાનું છે. આ સૂર્ય યાન 7 પેલોડ લઈને જશે જે અલગ અલગ વેવ બેન્ડમાં પ્રકાશમંડલ, સૂર્યની ઊપરની સપાટી તેમજ સૂર્યની બહારની સપાટી એટલે કે કોરોનાનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે.
આદિત્ય એલ -1 સંપૂર્ણ રીતે સ્વદેશી પ્રયાસ છે. તેને બંગ્લોર ખાતેના સેટેલાઈટ સેન્ટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. બે સપ્તાહ પેહલા આ યાન શ્રીહરિકોટના ઇસરોના સ્પેસ પોર્ટ પર પોહચી ગયું છે. એવી પ્રબળ સંભાવના છે કે બીજી સપ્ટેમ્બરના રોજ પ્રક્ષેપણ થઈ શકે છે.
આ યાનને સૂર્ય -પૃથ્વી પ્રણાલી હેઠળ એલ -1 ની ચારે કક્ષા અને બાહરી સપાટીમાં સ્થાપિત કરવાની યોજના છે. આ મિશનથી વાસ્તવિક સમયમાં સોર ગતિવિધિ અને અંતરીક્ષ મોસમ પર તેની અસરને જોવાનો લાભ પણ મળશે.