જરૂર પડી તો સુપ્રીમ કોર્ટમાં જઈશ: અધીર રંજન
કોંગીના સાંસદ અધીર રંજન દ્વારા પોતાના સસ્પેન્શન અંગે એવું બયાન આપવામાં આવ્યું છે કે જરૂર પડી તો સુપ્રીમ કોર્ટમાં જઈશ. અશોભનીય વર્તન અને વિધાન બદલ એમણે સંસાદમાંથી સસ્પેંડ કરાયા હતા.
આ પગલાં સામે ગઠબંધનના સભ્યો દ્વારા સંસદમાં ધમાલ કરાઇ હતી અને વોક આઉટ કરાયું હતું. વિરોધ માર્ચ પણ કાઢવામાં આવી હતી. આજે અધીર બાબુએ પત્રકાર પરિષદમાં એમ કહ્યું હતું કે જરૂર પડશે તો હું સુપ્રીમ કોર્ટમાં જઈશ.
વિપક્ષના અવાજને દબાવી દેવાનો પ્રયાસ થાય છે અને આ પેહલા અમે ક્યારે ય્ આવું જોયું નથી. સસ્પેન્શન સરકાર તરફથી યોજનાપૂર્વક કરવામાં આવ્યું છે. અમે તેની સામે કાનૂની લડત કરવા તૈયાર છીએ.