ઇન્ડિયાની એકતાનો રકાસ, પંજાબમાં એકલા ચુંટણી લડશે આપ
કોંગ્રસ સાથે ગઠબંધન નહીં થાય, પંજાબના મંત્રીની જાહેરાત
ઈન્ડિયા ગઠબંધન દ્વારા એકતાના દાવા કરાઇ રહ્યા છે પરંતુ સાચી હકીકત એ છે કે એમની વચ્ચે હજુ સુધી એકતા થઈ નથી. પંજાબમાં આપ એકલા હાથે જ ચુંટણી લડશે તેવી જાહેરાત થઈ છે.
પંજાબના મંત્રી અણમોલ ગગને આજે એમ કહ્યું હતું કે પંજાબમાં કોંગી સાથે આપનું ગઠબંધન થશે નહીં. કોંગી સાથે સીટોની કોઈ વહેચણી થશે નહીં.
એમણે કહ્યું હતું કે પંજાબમાં આપ મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં જ ચુંટણી લડશે. આમ ઈન્ડિયા ગાંઠબંધનમાં એકતાની માત્ર વાતો જ થઈ રહી છે અને મતભેદો યથાવત જ રહ્યા છે.